Junagadh Rain | ધોધમાર વરસાદે ધમરોળ્યું ઘેડ પંથકને, જુઓ આકાશી નજારો Watch Video
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ફુલરામા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. લોકોના ઘરમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ઘરવખરીને પણ ભારે નુક્સાન પહોંચ્યુ છે. અવિરત વરસાદથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સામે કાંઠાના ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા બન્યા છે. સેખપુર, લંબોરા, વિરપુર, સકરાણા સહિતના ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા છે. નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ છે. જેથી સામાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરાયો છે.


















