Monsoon 2025: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ખાબક્યો વરસાદ, Watch Report
Monsoon 2025: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ખાબક્યો વરસાદ, Watch Report
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1થી 6 ઇંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

















