![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mulsana Land Scam: કરોડોના જમીન કૌભાંડને લઈ કોંગ્રેસના સનસનીખેજ આરોપ
ગાંધીનગરના મુલસાણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ છે. આ કેસમાં ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ. કે. લાંગા હજુ જેલની હવા ખાઈ રહ્યા છે..બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. કૉંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા મુલસણા ગામ. અને ગ્રામજનો સાથે મુલાકાત કરી. અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી કે, જો આ જમીન સરકારે પાછી ન લીધી તો તેઓ ખેડૂતો સાથે મુલસણા ગામથી કૂચ કરી. વિધાનસભાનો ઘેરાવ કરશે અમિત ચાવડાનો આરોપ છે કે ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મુલસાણા અને તેની આસપાસ દસ ગામની ગૌચરની જમીન બિલ્ડર ચરી ગયા છે. મુલસાણાની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની બજાર કિંમત 20 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય જાય છે. તેવી કિંમતી જમીન નીતિ, નિયમોને નેવે મૂકી બિલ્ડરોએ કબજે કરી લીધો હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે, વિજય રૂપાણીની સરકારમાં જમીન વેચવાનું કૌભાંડ આચરાયું... અને ભૂપેન્દ્ર પટેલ સરકાર આ કૌભાંડ આગળ વધારી બાંધકામની મંજૂરી આપી છે. અને કરોડોનો ભ્રષ્ટાચાર ઓચરી બિલ્ડરોને જમીન પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કરી દીધા...ત્યારે ગણોતિયાઓને હક નહિ અપાય તો 'ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપો'ના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂત પરિવારો ઢોરઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી.
![BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/97708f703971ecde5b9280a6ad3096131736052522371722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/b0e4b0cab9dd3cfa41a2eb5f4a1daa0d1736052241397722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/04/0cd96c1390e30b7909a577747b73168417360047217381012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/04/cf7e1cd59398263fafd4f80980222d2b17360043884251012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/04/3e8445942b48a4f1639aeefb56e2725917360029644381012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)