Gujarat Rain Forecast : આગામી 1 કલાકમાં ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : આગામી 1 કલાકમાં ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
આગામી એક કલાક રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં એક કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં એક કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક કલાક માટે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના 10 જિલ્લાઓમાં એક કલાક માટે વરસાદનું ઓરેન્જ આલટ અપાયું છે.




















