PM Modi In Somnath Temple: પીએમ મોદીની શિવ સાધના, સોમનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. જામનગરના વનતારાની મુલાકાત બાદ તેઓ સીધા સોમનાથ પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.
સોમનાથ પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી થોડી મિનિટો માટે સર્કિટ હાઉસમાં ફ્રેશ થયા અને ત્યારબાદ તેઓ સીધા જ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંદિર પરિસરમાં પ્રવેશ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, મંદિરના વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે સંસ્કૃત યુનિવર્સિટી પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.




















