Ambalal Patel Rain Forecast : આવતીકાલથી વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની 'ભારે' આગાહી
'22 થી 30 જૂન... ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે ભારેથી અતિભારે વરસાદ...' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. પરિણામે ગુજરાતભરમાં મન મૂકીને વરસશે મેઘરાજા. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. 22થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ વરસશે. તો વડોદરા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તો ઉત્તરગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા તો બીજી તરફ પંચમહાલ અને મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલભાઈએ કરી વ્યક્ત... અંબાલાલ પટેલના મતે દરિયો તોફાની બનશે. જેથી માછીમારોએ હાલ દરિયો ન ખેડવો...
















