Surendranagar Rain: ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે| Abp Asmita
Surendranagar Rain: ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે| Abp Asmita
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગરમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે.. હવામાનમાં પલટો આવ્યો છે.. જેને લઈને વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરી છે..
હવામાન વિભાગે ભરઉનાળે માવઠાના સંકેત આપ્યાં છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગરમીનો પારો નીચે જતાં લોકોને રાહત મળશે અને 7 દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ચેતવણી અપાઇ છે. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.



















