Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
રાજકોટ જિલ્લાના બિલીયાળામાં વીજ કરંટ લાગતા પિતા-પુત્રનું મોત. ખેતરમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા-પુત્રને લાગ્યો વીજ કરંટ. ઘટનામાં 55 વર્ષીય ભીખાભાઈ હિરપરા અને 19 વર્ષીય ક્રિશ હિરપરાનું મોત નિપજ્યું. મૃતક ક્રિશ રાજકોટની આત્મિય કોલેજમાં BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને પરિવારમાં બે બહેનોનો એકનો એક ભાઈ હતો. રક્ષાબંધનના થોડા દિવસ અગાઉ જ ભાઈના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.
આણંદમાં BSNLની કચેરી પાસે વીજ કરંટ લાગતા વીજકર્મીનું મોત. બંધ લાઈનમાં રિટર્ન સપ્લાય આવતા ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહસીન વ્હોરાને વીજ કરંટ લાગ્યો હતો. સારવાર માટે મોહસીન વ્હોરાને ઝાયડસ હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું



















