Gujarat Cabinet Reshuffle: ગુજરાતના નવા મંત્રીમંડળનું જ્ઞાતિ સમિકરણ સમજો | abp Asmita
મુખ્યમંત્રી સહિત આઠ પાટીદાર મંત્રીને સ્થાન મળ્યું છે. OBCના આઠ ધારાસભ્ય, ચાર આદિવાસી નેતાઓ, અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્ય, એક અનાવિલ બ્રાહ્મણ કનુભાઈને સ્થાન મળ્યું છે. જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન મળ્યું છે. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર બે આંદોલનકારીને સ્થાન મળ્યું ન હતું.
ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. 26 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે 9 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો છે. રિવાબા જાડેજા સહિત 13 ધારાસભ્યનો રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

















