Rahul Gandhi News: રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે તકરાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન ગંભીરા બ્રીજની દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવેલ પરિવાર જ્યારે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યો તો તેમને રોકવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે પોલીસ સાથે કોંગ્રેસ નેતાની રકઝક પણ થઇ હતી. મનિષ દોષીએ જણાવ્યું કે, ગંભીરા બ્રિજના પીડિત પરિવારોને રાહુલથી દુર રાખવાનું આ એક સરકારનું ષડયંત્ર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારને ખરાબ અનુભવ થયો છે.
રાહુલ ગાંધીને મળવા આવેલા પીડિત પરિવારને બહાર કઢાયા હતા. જોકે સુરક્ષા કાર્ડ ન હોવાથી પીડિત પરિવારને પોલીસે પ્રવેશ ન આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટનામાં મનિષ દોશીએ આ મામલે પોલીસ સાથે સંવાદ કર્યો હતો અને આ સમય દરમિયાન પોલીસ અને કોંગ્રેસ નેતા વચ્ચે રકઝક થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ગંભીર બ્રિજ દુર્ઘટના 10 પીડિત પરિવાર રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યો હતો. જોકે પોલીસ અને કોંગ્રેસ નેતાની લાંબી રકઝક બાદ 10 પીડિત પરિવારોને પ્રવેશ માટે મંજૂરી અપાઇ હતી.
















