SIR exercise begins: રાજ્યમાં આજથી મતદાર નોંધણી ચકાસણી કાર્યક્રમ
બિહારમાં ચાલી રહેલા ચૂંટણીનામાહોલ વચ્ચે ચૂંટણી પંચ મંગળવાર (4 નવેમ્બર, 2025) થી 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરશે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એસઆઈઆર શરૂ થશે. બિહારથી વિપરીત SIR પ્રક્રિયા માટે ફક્ત આધાર કાર્ડ માન્ય નથી. આ પ્રક્રિયા હેઠળ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ શરૂ થશે અને આ ફોર્મ 4 ડિસેમ્બર, 2025ના રોજ સબમિટ કરવામાં આવશે.
આ 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે એસઆઈઆર
ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર. આમાંથી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.




















