Kunvarji Bavaliya: ઘેડ પંથકમાં પાણીના નિકાલ માટે સરકાર કટિબદ્ધ હોવાનો પાણી પુરવઠા મંત્રીનો દાવો
Kunvarji Bavaliya: ઘેડ પંથકમાં પાણીના નિકાલ માટે સરકાર કટિબદ્ધ હોવાનો પાણી પુરવઠા મંત્રીનો દાવો
ઘેડ વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ હોવાનો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો દાવો. સર્વેના પ્રાથમિક અહેવાલના આધારે ત્રણ તબક્કામાં 1500 કરોડના કામોને સિદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાનો કુંવરજી બાવળિયાએ દાવો કર્યો છે.પ્રથમ તબક્કામાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે હયાત નદી અને કેનાલનું ડિસિલ્ટિંગ કરાશે, સાથે જ પાણીના અવરોધ રૂપ ઝાડી ઝાંખરાનું કટિંગ જેવા કામો માટે 139 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે..આ ઉપરાંત સમસ્યાના કાયમી નિરાકરણ માટે કાર્યવાહી શરૂ ચુકી હોવાનો અને અત્યાર સુધી થયેલા કામો માટે 13 કરોડની ચૂકવણી થઈ હોવાની બાવળિયાએ જાણકારી આપી છે.


















