Kolkata Doctor Case | કોલકાતા ટ્રેની ડોક્ટર હત્યાકાંડ, પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો ધડાકો
નવી દિલ્હી: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા અત્યાચારને લઈને દેશભરમાં આક્રોશ છે. દરેક જણ આરોપી સંજય રોયને કડક સજાની માંગ કરી રહ્યા છે. દરમિયાન પીડિતાનો વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ વાંચીને સમજી શકાય છે કે 9મી ઓગસ્ટની રાત્રે આરોપીએ પીડિતા પર કેવો અત્યાચાર કર્યો હતો.
શરીર પર 14થી વધુ ઈજાના નિશાન
રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, મૃતકના માથા, ગાલ, હોઠ, નાક, જમણા જડબા, ગરદન, ડાબા હાથ, ડાબા ખભા, ડાબા ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
આ સાથે જ શરીરના આંતરિક ભાગોમાં પણ ઈજાઓ થઈ હતી. ફેફસામાં લોહીના ગંઠાવાનું નિર્માણ થયું હતું. ગુપ્તાંગની અંદર એક સફેદ જાડું ચીકણું પ્રવાહી પણ મળી આવ્યું હતું.





















