Rajnath Singh : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એરસ્ટ્રાઇકને લઈ શું કર્યો મોટો ધડાકો?
Rajnath Singh : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એરસ્ટ્રાઇકને લઈ શું કર્યો મોટો ધડાકો?
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઓપરેશન સિંદૂરને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સેનાની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કોઈ ભારતના સાર્વભૌમત્વ સાથે ચેડા કરે છે, તેને ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ. અમે અગાઉ પણ અમારી લશ્કરી ક્ષમતા અને રાજકીય ઇચ્છાશક્તિ સાબિત કરી છે અને તેમ કરતા રહીશું.
રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ભારતની ધીરજની કસોટી થશે, તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. રાજનાથસિંહે જણાવ્યું કે, હવે ભારત ફક્ત શબ્દોમાં નહીં, પરંતુ કાર્યવાહીમાં માને છે અને 'ઓપરેશન સિંદૂર' તેનું નવીનતમ ઉદાહરણ છે.

















