શોધખોળ કરો

Kedarnath Helicopter Crash | કેદારનાથમાં એરલિફ્ટ કરાઈને લઈ જવાઈ રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ

kedarnath: ઉત્તરાખંડના કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને અન્ય સ્થળે એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ આ ખામીયુક્ત કેસ્ટ્રેલ હેલિકોપ્ટર જમીન પર પડ્યું હતું. જે સમયે આ હેલિકોપ્ટર જમીનમાં પડ્યું ત્યાં નીચે કોઈ નહોતું. આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દહેરાદૂન લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખામીયુક્ત હેલિકોપ્ટર સંતુલન ગુમાવવાને કારણે  ઊંચાઈએ નીચે પડી ગયું હતું. સારી વાત એ છે કે તે ભીડભાડવાળા વિસ્તારમાં ન પડ્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટરનું 24 મેના રોજ ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જે બાદ ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને MI 17 હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર થરુ કેમ્પ પાસે નદીમાં પડી ગયું હતું. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ SDRFના જવાનોએ હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.

જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં 24 મે, 2024ના રોજ ટેક્નિકલ ખામીના કારણે પાયલટની સજાગતાને કારણે હેલીકોપ્ટરનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે હેલીકોપ્ટરમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું.

પર્યટન અધિકારીએ જણાવ્યું કે હેલીકોપ્ટરને શનિવારે રિપેર કરાવવા માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી, જે મુજબ ક્રિસ્ટલ એવિએશનની હેલીકોપ્ટરને એરફોર્સના એમઆઈ 17 હેલિકોપ્ટરથી લટકાવીને લગભગ 7 વાગ્યે ગૌચર લઈ જવામાં આવવાનું હતું. જો કે, ઉડાનભર્યાના થોડે દૂર પહોંચતાની સાથે જ હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે MI 17 એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું, જેના કારણે થરુ કેમ્પની નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરને MI 17 પરથી નીચે ઉતારવું પડ્યું. હેલીકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને હેલીકોપ્ટર ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

દેશ વિડિઓઝ

Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'કોંગ્રેસના શાસનમાં ગણપતિજીને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે', ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો હુમલો

લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા ડૉક્ટરો, વાતચીત ફરી નિષ્ફળ, મમતા બોલ્યાં - આ રીતે મારું અપમાન ન કરી શકો

એસડીએમએ વૃદ્ધને માર્યો ધક્કો, તો ગામની મહિલાએ વાળ પકડીને દોડાવ્યા, વીડિયો થયો વાયરલ

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કૌભાંડીઓને બચાવે છે કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મેટ્રો આવી ખુશાલી લાવીHun To Bolish | હું તો બોલીશ | બાળકોનો નાસ્તો કેમ કરાયો બંધ?CR Patil | ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરે શું કરવું પડશે? જુઓ પાટીલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોંગ્રેસના શાસનમાં ગણપતિજીને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે', ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો હુમલો
'કોંગ્રેસના શાસનમાં ગણપતિજીને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે', ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો હુમલો
લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા ડૉક્ટરો, વાતચીત ફરી નિષ્ફળ, મમતા બોલ્યાં - આ રીતે મારું અપમાન ન કરી શકો
લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા ડૉક્ટરો, વાતચીત ફરી નિષ્ફળ, મમતા બોલ્યાં - આ રીતે મારું અપમાન ન કરી શકો
એસડીએમએ વૃદ્ધને માર્યો ધક્કો, તો ગામની મહિલાએ વાળ પકડીને દોડાવ્યા, વીડિયો થયો વાયરલ
એસડીએમએ વૃદ્ધને માર્યો ધક્કો, તો ગામની મહિલાએ વાળ પકડીને દોડાવ્યા, વીડિયો થયો વાયરલ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

નિર્ણયને પડકારી શક્યા હોત, પરંતુ વિનેશ ફોગાટ..., હરીશ સાલ્વેએ કર્યો મોટો ખુલાસો

Sleep deprivation: તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? આ યોગાસન કરવાથી થશે ફાયદો

દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન

Embed widget