PM Modi: રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓની સરાહના કરું છું: ટ્રમ્પની મિત્રતા વાળી પોસ્ટ પર PM મોદીનો જવાબ
ભારત સાથે મિત્રતા મુદ્દે ટ્રમ્પના વલણમાં આવેલા ફેરફાર અને ટ્રમ્પની મિત્રતાવાળી પોસ્ટ પર પીએમ મોદીએ જવાબ આપ્યો છે, ભારત અને અમેરિકા વચ્ચે દુરદર્શી અને વ્યાપારિક ભાગીદારી હોવાનું તેમજ બંને દેશો વચ્ચે વૈશ્વિક રણનીતિ ભાગીદારી હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું. સોશિયલ મીડિયામાં પીએમ મોદીએ ટ્રમ્પની ભાવનાઓનું સ્વાગત કરી સાથે જ, ભારત સાથેના સંબંધનું સકારાત્મક મુલ્યાંકન બદલ ટ્રમ્પનું સમર્થન પણ કર્યું..
ટેરિફનું તરકટ રચ્યા બાદ ભારતના રશિયા અને ચીન સાથેના સંબંધો અંગે નિરાશા વ્યક્ત કરતી પોસ્ટ કરનાર ટ્રમ્પનો ઘમંડ હવે ઉતરતો નજરે પડે છે..ટ્રમ્પે આજે પીએમ મોદીના પોતાના દોસ્ત ગણાવ્યા સાથે જ ભારત સાથેના અમેરિકાના સંબંધને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. એક જ દિવસમાં ટ્રમ્પના પોસ્ટ અને નિવેદનમાં 360 ડિગ્રીનો ફરક આવ્યો છે.સંબંધ સુધારવામાં ભારે મોડું કર્યું હોવાની પોસ્ટ કરનાર ટ્રમ્પને હવે સમજ આવી ગઈ છે કે, ભારત સાથે સંબંધ સુધારવામાં મોડું કરવામાં નુકસાન અમેરિકાને જ છે..















