Vijay Shah: Colonel Sophia Qureshi: મંત્રી વિજય શાહની અરજી પર આજે કરાશે સુનાવણી, જુઓ વીડિયોમાં
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે..
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિજય શાહે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમની સામે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મંત્રી કુંવર વિજય શાહને ફટકાર લગાવી છે. વિજય શાહે એમપી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ધરપકડ ટાળવા માટે વિજય શાહ હાઇકોર્ટના આદેશ પર તાત્કાલિક સુનાવણી ઇચ્છતા હતા. સુપ્રીમ કોર્ટ આવતીકાલે તેમના કેસની સુનાવણી કરશે.
















