કારની છત પર ગર્લફ્રેન્ડને બાંધીને આખું શહેર ફર્યો આ શખ્સ, જાણો શું ઘટના, જુઓ વીડિયો
જુઓ આ સીન, આ વીડિયો જોઇને આપ પણ વિચારતા હશો કે, આ તે શું છે. જી હાં. મોસ્કોના રોડ પર સર્ર્ઇ લક્ઝરી બેંટલે કારમાં સફર કરતો જોવા મળ્યો. જેના એક હાથમાં હાથકડી બાંધેલી છે અને તે જ હાથથી તેમણે ગર્લફ્રેન્ડનો હાથ પકડ્યો છે. હાથ છૂટી ન જાય માટે હાથકડી બાંધી છે અને તે એક હાથે ડ્રાઇવિંગ કરી રહ્યો છે. કારની છત પર ગર્લફ્રેન્ડને બાંધેલી છે. આપને જણાવી દઇએ કે, સર્ગર્ઇ સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેની ગર્લફ્રેન્ડ બંને આવા દિલચશ્ય વીડિયો બનાવતા રહે છે. આ સ્ટંટ પણ તેમને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા માટે જ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને 82 હજારથી વધુ લાઇક્સ અને વ્યૂજ મળી ચૂક્યાં છે, ઉલ્લેખનિય છે કે, ઇસ્ટાગ્રામ પર સગર્ઇના 5 મિલિયન ફોલોવર્સ છે. આ વીડિયો મુદ્દે સગર્ઇએ કહ્યું કે, તે અને તેની ગર્લફ્રેન્ડ એકબીજા પર 'ટ્રસ્ટ ટેસ્ટ' કરવા ઇચ્છતા હતા. તેથી તેમણે આવું કર્યું. જો કે આ સ્ટંટ માટે તેને ભારેભરખ દંડ ચૂકવવો પડ્યો છે.