Jamnagar Heavy Rain News | 24 કલાકમાં 13 ઈંચ વરસાદે ઠેર ઠેર મચાવી દીધી તબાહી, જુઓ વીડિયો
વહેલી સવારથી જામનગરમાં ફરી વરસાદ શરૂ થયો છે. સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. જામનગર શહેરમાં 15.5 ઈંચ તો જિલ્લામાં 10 થી 15 ઈંચ વરસાદ વરસવાના કારણે નુકસાની અને તારાજી જ જોવા મળી રહી છે. અહીંયા. લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે.. આખે આખી રાત આવી જ રીતે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે.. ઉપરથી વીજળી પણ ગુલ છે ગઈકાલ સવારથી વીજળી નથી જેથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
જામનગર: સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે મેઘરાજાએ જામનગરને પણ ઘમરોળ્યું છે. શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.





















