શોધખોળ કરો
મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં દૂધ ઉત્પાદકોની રેલી, પોલીસ અને દૂધ ઉત્પાદકો વચ્ચે થઇ બબાલ
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં સમર્થકો રેલી યોજે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. મંજૂરી વિના રેલીનું આયોજન કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી. જો કે અટકાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતું. પોલીસે કેટલાક લોકોને અટકાવતા ઘર્ષણ થયુ હતું. પોલીસે 20 લોકોની અટકાયત કરી હતી. અર્બૂદા ધામથી કલેક્ટર કચેરી સુધી દૂધ ઉત્પાદકો રેલી કરવાના હતા ત્યારે મહેસાણા શહેર અને ગામડાઓમાં પણ પોલીસ કાફલો ગોઠવાયો છે.
આગળ જુઓ





















