Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
મહેસાણાના કુકરવાડા માર્કેટયાર્ડના વેપારી પિતા-પુત્ર 9.54 કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ.. કુકરવાડા નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન અને વિજાપુર એપીએમસીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ અને તેનો પુત્ર નરેન્દ્ર પર 10થી વધુ ગામોના 92 જેટલા ખેડૂતોને 9.54 કરોડનો ચુનો ચોપડ્યાનો આરોપ.. ખેડૂતો પાસે મકાન સહિતની પ્રોપર્ટી પર લોન લેવડાવી તેમજ ખેત પેદાશ વેચીને આવેલા રૂપિયા તેમની પેઢીમાં જમા રાખી રાતોરાત પેઢી બંધ કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હોવાની ખેડૂતોએ વસઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.. લોકનના બાકી હપ્તા ભરવા ઉઘરાણી શરૂ થતા ખેડૂતોએ કરેલી તપાસમાં પિતા-પુત્ર પૈસા લઈને વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે.. અલગ અલગ ગામના ખેડૂતોએ એબીપી અસ્મિતા પર પોતાની વ્યથા વર્ણવી..
















