Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
30 IPS અધિકારીઓ સાથે હર્ષ સંઘવી પહોંચ્યા કચ્છના સરહદી ગામોમાં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનરાજપર ગામની લીધી મુલાકાત. સરહદી ગ્રામજનોને હર્ષ સંઘવીની અપીલ. સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો તુરંત પોલીસને જાણ કરો. કોઈ પણ માણસ બહારથી આવે તો ક્યાંથી આવ્યા છે, શું કરે છે તેની માહિતી મેળવો.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાની સાથે 30 IPS અધિકારીઓ સાથે બે દિવસ સરહદીય વિસ્તારના ગામોની મુલાકાત લઈ ગ્રામજનોની હાલાકી જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે પહોંચ્યા તો રેન્જ આઈજીપી રાઘવેન્દ્ર વત્સ અને અને અન્ય કેટલાક અધિકારીઓ વાવના કુંડાળિયા ગામની મુલાકાતે પહોંચ્યા. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયતની કચેરીની મુલાકાત લીધી. આટલું જ નહીં ગામના આગેવાનો સાથે પણ સંવાદ કરી સમસ્યા જણાવી.





















