Nitish Kumar | નરેન્દ્ર મોદી માટે નીતિશ કુમાર એવું તો શું બોલી ગયા કે બધાય હસી પડ્યા? Watch Video
Nitish Kumar | ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી શુક્રવારે (7 જૂન, 2024) ના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સંસદ ભવનમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભાજપના ઘટકોના નેતાઓએ મંજૂરી આપી હતી.ટેકો આપવા માટેના અગ્રણી NDA નેતાઓમાં બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ) પ્રમુખ નીતિશ કુમાર પણ રહ્યા હતા. નરેન્દ્ર મોદીના નામને લીલી ઝંડી આપતા બિહારના સીએમએ કહ્યું કે જો તેઓ (નરેન્દ્ર મોદી) આજે જ પીએમ તરીકે શપથ લીધા હોત તો સારું હોત. તેઓ તમામ દિવસે તેમની સાથે છે. JD(U) ચીફની આ વાત સાંભળીને નરેન્દ્ર મોદી સંસદભવનમાં ખડખડાટ હસી પડ્યા હતા.





















