Visavadar By Poll : કિરીટ પટેલે રાદડિયાને લઈ શું આપ્યું ચોંકાવનારું નિવેદન?
Visavadar By Poll : કિરીટ પટેલે રાદડિયાને લઈ શું આપ્યું ચોંકાવનારું નિવેદન?
જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા શરૂ કરાયો પ્રચંડ પ્રચાર. દરમિયાન ભેસાણ તાલુકાના મેંદપરા ગામ ખાતે કિરીટ પટેલે લોકોને સંબોધન કર્યું હતું. ગામની મધ્યમાં સભા યોજી સંબોધન દ્વારા કર્યો પ્રચાર. કિરીટ પટેલે આગામી 800 દિવસમાં વિકાસના અનેક કામ કરવાનો આપ્યો વાયદો. લોકોનો ભરોષો અમારી સાથે હોવાનું કિરીટ પટેલે જણાવ્યું હતું. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું મોટું નિવેદન. મારે જયેશભાઈને મંત્રી બનતા જોવાની ઈચ્છા. મારે મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. મારે 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે.
કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સિવાય કેન્દ્રીય મંત્રી માંડવિયા, નિમુબેન બાંભણિયા, સાંસદ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, જીતુ વાઘાણી, ભરત બોઘરા, ગોરધન ઝડફિયા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી, રજની પટેલને સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા છે.




















