Rajkot Accident : રાજકોટમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત , પરિવારનું હૈયાફાટ રૂદન
Rajkot Accident : રાજકોટમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત , પરિવારનું હૈયાફાટ રૂદન
Rajkot Accident : રાજકોટમાં ફરી એકવાર અકસ્માતનો સિલસિલો સામે આવ્યો છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થિનીને એક ડમ્પરે અડફેટે લેતા મોત થયુ છે, જે પછી શહેરમાં આરટીઓ અને તંત્ર સામે રોષ ફેલાયો છે. શહેરના હનુમાન મઢી ચોકમાં કૉલેજની વિદ્યાર્થિની જુહી નડિયારાને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને પોલીસનું મૌન છે, ભાજપના સાંસદ રામ મોકરિયાએ પણ મોતની ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે.
રાજકોટમાં ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થિનીના મોત બાદ મામલો ગરમાયો છે, ભાજપના સાંસદ રામ મોકરિયાએ પણ તંત્ર અને આરટીઓને આડેહાથે લીધુ છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં ભારે વાહનોને લઇને પ્રજા ત્રસ્ત બની છે. શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક વિસ્તારમાં એક કૉલેજીયન યુવતીને ડમ્પરે ટક્કર મારી અને તેનુ મોત થયુ હતુ. જુહી નડિયારા નામની યુવતી કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જેને GJ-36-T-0197 નંબરના ડમ્પરે અડફેટે લીધી અને ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. આ ડમ્પર ધીરજા ગોહિલ નામના શખ્સના નામે આરટીઓમાં રજિસ્ટર થયેલો છે. જોકે, ટક્કર બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલમાં શોધખોળ ચાલી રહી છે.




















