Rajkot News : ખૂદ માતાએ બાળકીને છત પરથી નીચે લટકાવ્યો, પિતાએ દોડી આવી બચાવ્યો , વીડિયો વાયરલ
Rajkot News : ખૂદ માતાએ બાળકીને છત પરથી નીચે લટકાવ્યો, પિતાએ દોડી આવી બચાવ્યો , વીડિયો વાયરલ
રાજકોટઃ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હચમચાવી નાખે તેવી ઘટના ઘટતા રહી ગઈ. કોઈ કારણે એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની છત ઉપર થી નીચે ફેંકી દેવા લટકાવ્યો. પિતા જોઈ જતા બાળકને ફેંકે એ પહેલા જ બચાવી લેવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ. વાયરલ વીડિયોને જોઇને લોકો માતા પર ફીટકાર વરસાવી રહ્યા છે. જોકે, માતા દ્વારા બાળકને માત્ર ડરાવવા આવું કર્યું હોવાનું પોલીસ સામે રટણ કરાયું હતું.
મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું. મહિલાએ કહ્યું બાળકને ડરાવતી હતી. હિન્દી ભાષી મહિલા બાળકને ડરાવતી હતી ત્યાં જ પતિ આવી ગયો અને પતિએ બાળકને બચાવી લીધો. બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો હતો. મહિલાએ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી દીધો. મહિલાને થોડીવાર પહેલા પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો.




















