અમિત ખૂંટ આત્મહત્યા કેસ: રિબડામાં 50થી વધુ ગામના સરપંચ થયા એકઠા
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડામાં 50થી વધુ ગામના સરપંચ અને પ્રતિનિધિઓ એકત્રિત થયા. અમિત ખૂંટ આત્મહત્યા મામલે આરોપીઓને પકડવા સરપંચો રજૂઆત કરશે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડામાં 50થી વધુ ગામના સરપંચ અને પ્રતિનિધિઓ એકત્રિત થયા. બિલિયાળા, ધુડશીયા, શિવરાજગઢ, દેવસડી, કન્ટોલીયા, વોરા કોટડા, જામવાડી, ગુંદાળા, મુંગા વાવડી સહિતના 50 ગામના સરપંચો અને પ્રતિનિધિઓની સાથે ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત ખૂંટ આત્મહત્યા મામલે આરોપીઓને પકડવા સરપંચો રજૂઆત કરશે. આ બેઠકમાં અમિત ખૂંટના કાકા જયંતિભાઈ ખૂંટે ચિમકી ઉચ્ચારી કે જો 15થી 20 દિવસમાં જો અમારા પરિવારને ન્યાય નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશુ. અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો સામૂહિક આત્મવિલોપન કરીશુ.




















