Rajkot: નિવૃત ઉચ્ચ અધિકારીના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા પછી સિવિલમાંથી આવ્યો મૃતદેહ લઈ જવા ફોન, સાંભળો વાતચીત
રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ની ઘોર બેદરકારી સામે આવી છે. મૃતદેહનો અંતિમસંસ્કાર થઇ ગયાના 24 કલાક બાદ પરિવારજનોને હોસ્પિટલમાંથી અંતિમસંસ્કાર કરવા માટે ફોન આવે છે. વહેલી સવારે 4 વાગ્યે હોસ્પિટલમાંથી ફોન કરી મૃતદેહ લઇ જવા માટે પરિવારજનોને ફોન કરવામાં આવ્યો હતો. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીના નિવૃત અધિકારીનો ગત 2 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતા સવારે 5.45 વાગ્યે મૃત્યુ થયું હતું. 8 એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધી માટે મૃતદેહ પરિવારને અંતિમ દર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો જે બાદ 80 ફૂટ રોડ પર આવેલ બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેના 24 કલાક થયા બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધી માટે ફોન આવતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે