Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી
Hirasar Airport Incident | રાજકોટમાં દિલ્લી જેવી દુર્ઘટના બનતી બનતી રહી ગઈ.. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટળી. ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી. કોઈ જાનહાનિ ના સમાચાર નહિ... રાજકોટ હીરાસર એરપોર્ટ પર બનેલ દુર્ઘટનાનો મામલો . રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ કહ્યું, એરપોર્ટ ઓથોરિટીને પૂછો. હંગામી શેડ છે તે પડી ગયો છે. હમણાં રિપેર થઈ જશે.
એર ઇન્ડિયાની દિલ્હી- સુરત- બેંગ્લોર ફ્લાઈટ સાથે બની ઘટના. દિલ્હી થી સુરત થઈને બેંગલોર જતી ફ્લાઈટમાં લેડર જોડતા સમયે ફ્લાઈટની ડાબી વિંગને અડી જતા નુકસાન. ફ્લાઈટ ગ્રાઉન્ડેડ જાહેર કરી કેન્સલ કરી દેવાતા મુસાફરો પરેશાન થયા. દિલ્હીથી સુરત થઈને બેંગ્લોર જતી હતી ફ્લાઇટ. ફ્લાઈટમાં લેડર ( સીડી ) લગાવતા સમયે ફ્લાઈટની ડાબી વિંગ ને અડી ગઈ હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર રાત્રે 8:30 વાગે લેન્ડિંગ થયું હતું. ફ્લાઈટને પાર્ક કરાયા બાદ પેસેન્જરને ચડવા ઉતરવા માટે લેડર લગાવવામાં આવી રહ્યું હતું . અચાનક ફ્લાઈટની વિંગ સાથે અથડાતા પેસેન્જર ડરી ગયા હતા . અકસ્માત થતા ફ્લાઇટની ડાબી વિંગ ને નુકશાન થયું હતું અને ફ્લાઈટ તાત્કાલિક ગ્રાઉન્ડેડ કરી દેવાની જાહેરાત કરી હતી . દિલ્હી થી 46 પેસેન્જર અને સુરત એરપોર્ટ થી બીજા 122 પેસેન્જર બેંગ્લોર જવાના હતા . ફ્લાઈટ કેન્સલ થતા તમામ મુસાફરો હેરાન થયા હતા.