Rajkot: મવડી ચોકડી પાસે જર્જરિત મકાન થયું ધરાશાયી, જુઓ વીડિયોમાં
Rajkot: મવડી ચોકડી પાસે જર્જરિત મકાન થયું ધરાશાયી, જુઓ વીડિયોમાં
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આજે બપોરના સુમારે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે. મકાન ધરાશાયી થયાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે જે એક સ્થાનિક દ્વારા પોતાનાં મોબાઇલમાં લેવામા આવેલો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મવડી ચોકડી પાસે બની હતી. મકાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને તેમાં કોઈ રહેતું નહોતું. આજે બપોરના સમયે અચાનક જ મકાનધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થતાં ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.





















