શોધખોળ કરો
Rajkot Demolition : હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી દરગાહનું કરાયું ડિમોલિશન
Rajkot Demolition : રાજકોટ અમદાવાદ હાઈ-વે પર દરગાહનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે દરગાહનું ડિમોલિશન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટે આ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી. રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ નજીક આવેલી દરગાહને તોડી પાડવાના સરકારના આદેશને પડકારતી કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુધ્ધા પી.માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો. નેશનલ હાઇવે પરની આ દરગાહ હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહ હટાવવાનો માર્ગ મોકળો થતા કર્યું ડીમોલેશન.. 1963 થી વકફમાં નોંધાયેલ હતી દરગાહ. જુઓ વીડિયોમાં સંપૂર્ણ અહેવાલ અહીં...
રાજકોટ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
આગળ જુઓ
Advertisement
Advertisement




















