Rajkot Rain Update | જામકંડોરણાના બોરીયા ગામે વહીવટી તંત્ર દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના બોરીયા ગામે વહીવટી તંત્ર દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું..
રાજકોટ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીમાં જોખમ ન ખેડવા જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જામકંડોરણા તાલુકાના બોરીયા ગામના ખેડૂતની વાડીએથી ચાર લોકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરાયું હતું.
જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂત મનીષભાઈ બાલધાની વાડીએથી બે મજૂરો તથા બે બાળકોનું સ્થાનિક વહીવટી ટીમ તથા નગરપાલિકા ગોંડલની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઈ જાનહાનિ ન થાય અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં તાલુકા વાઇઝ ટીમની સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.




















