Rajkot TRP Game Zone | Congress Protest | કોંગ્રેસના કાર્યકરોનો બસો પર ચઢીને ભારે વિરોધ
Rajkot TRP Game Zone | Congress Protest | કોંગ્રેસના કાર્યકરોનો બસો પર ચઢીને ભારે વિરોધ. 27 નિર્દોષનો ભોગ લેનારા અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ નથી. આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવનો પ્રયાસ કર્યો હતો. ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર ઓફિસરના ઘેરાવના કાર્યક્રમમાં કોંગ્રેસે 25 મેના અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવકને પણ સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનથી વાહનોની લાંબી કતારો લાગી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈ, જેનીબેન ઠુમર, પાલ આંબલિયા, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા.