Rambhai Mokariya: રામભાઈ મોકરિયાએ વધુ એક વખત લોકોના હિતમાં અધિકારીઓને કરી રજૂઆત
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વધુ એકવખત લોકહિતને ધ્યાને લઈ અધિકારીઓને રજૂઆત કરી છે. મહાપાલિકાના 18 હોલ ફાયર NOCના અભાવે બંધ પડ્યા છે ત્યારે તાત્કાલિક NOCની પ્રક્રિયા હાથ ધરી આ હોલ લોકોના વપરાશ માટે ઉપયોગી સાબિત થાય તેવી રજૂઆત કરી. તો રાજકોટની જનાના હોસ્પિટલને પણ હજુ સુધી બીયુ પરમિશન હજુ સુધી મળી નથી. ત્યારે અધિકારીઓને સાંસદ મોકરિયાએ કહ્યું કે તાત્કાલિક મંજૂરી લેવામાં આવે. મંજૂરી મળતા જ ગ્રાંટમાંથી હોસ્પિટલમાં બાંકડા અને શૌચાલયની સહિત વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી. સાંસદ મોકરિયાએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં હાલ પીવાના પાણી અને ટોયલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતું દર્દીઓનો ધસારો રહેતો હોવાથી શૌચાલય સહિતની સુવિધાઓ વધારવી જરૂરી બની છે. સાંસદ રામભાઈ અગાઉ અનેકવાર લોકહિતના પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. અગાઉ એયરપોર્ટ, રેલવે, પુરવઠા વિભાગ અને હવે મહાપાલિકા તથા આરોગ્ય વિભાગના પ્રશ્ને રજૂઆત કરી છે..