Surat news: વીજ લાઈન મુ્દદે સુરતના ઓલપાડ તાલુકાના મોરઠાણ ગામે ખેડૂતોની બેઠક યોજાઈ
અમદાવાદ ખાવડા થી નવસારી પાવર ગ્રીડ વિરુદ્ધ ખેડૂતોને ઊંચું વળતર મળે તે માટે ભાજપના ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
પાવર ગ્રીડને લઈને ખેડૂતોને ઊંચુ વળતર આપવાની માગ સાથે ભાજપના નેતાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખાવડા થી નવસારી સુધી પાવર ગ્રીડના કારણે ઘણા ખેડૂતોની જમીન કપાતમાં જશે. ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળીયા અને ઈશ્વર પરમારે ખેડૂતોના હિતમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરી.ગણપત વસાવા અનુસાર, કિંમતી જમીનોમાંથી લાઇન પસાર થતી હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. ઈશ્વર પરમારનું કહેવું છે કે, બારડોલી વિસ્તારમાંથી 68 ટાવર પસાર થવાના છે અને ઓછા વળતરના કારણે ખેડૂતો નારાજ છે.સરકાર ખેડૂતોના પડખે ઊભી છે અને મુખ્યમંત્રીએ પણ હિતરક્ષા કરવાની ખાતરી આપી છે. ધારાસભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા સમયમાં ખેડૂતોને ઉચ્ચુ વળતર મળશે.





















