Surat News: સુરતમાં કચરાની ગાડીની અડફેટે બાળકના મોતને લઈ તપાસના આદેશ
સુરતના ઉધનામાં મનપાની કચરાની ગાડીએ લીધો કિશોરનો જીવ. ધોરણમાં આઠમાં અભ્યાસ કરતા કાર્તિક અનિલ નેહતેનું મોત. પરિવારમાં શોકનો માહોલ..
સુરતના ઉધનામાં દર્દનાક ઘટના. ડોર-ટૂ-ડોર કચરો એકત્ર કરવા માટે આવતી ટીપરવાને બાળકને લીધો અડફેટે. 13 વર્ષીય કાર્તિકનું ઘટનાસ્થળે જ મોત થયું... એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોક છવાયો. પોલીસે ટીપરવાનના ચાલકે સામે ગુનો નોંધ્યો. સુરતના મેયર દક્ષેશ માવાણીએ આપ્યા તપાસના આદેશ. મેયરના મતે, ટીપરવાન સાથે બાઈક ટકરાઈ.. જેમાં બાળકનું મોત થયું.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે બીઆરટીએસમાં અકસ્માતની ઘટના બની ત્યારે ડ્રાઇવરો અને એજન્સીઓની તપાસ કરાવવામાં આવી હતી અને જે ડ્રાઇવરો પાસે લાયસન્સ ન હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આજે જે ધોરણ-8ના વિદ્યાર્થીનું મોત થયું છે તેની પ્રાથમિક ઘટના એવી છે કે કચરાની ગાડી કચરો લેવા જઈ રહી હતી અને પાછળથી આ ત્રિપલ સવારી જઇ રહેલી બાઈકને અથડાઈ હતી. આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.




















