Nilesh Kumbhani | ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી 'ગુમ', ઘરે લાગ્યું તાળું
Nilesh Kumbhani | સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્કવિહોણા બનતાં કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં.
નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. કોંગી નેતાએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું જાણવા મળ્યું છે સુરત શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે ભાજપની લોકશાહી ખતમ કરવાની માટેની જે ઝુંબેશ ચાલી રહી છે એમાં સામ-દામ-દંડની નીતિ વાપરી કોઈપણ ભોગે સત્તા મેળવવી એના ભાગરૂપે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લોભ, લાલચ આપી. નિલેશ કુંભાણી ભાજપના એક હિસ્સો બની ગયા હોય એમ લોકશાહીનું ખૂન થયું છે.
![Mangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/95e42a3c6f334e05c15ea0810e2b014e17398003385701012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/0cdfaf1cd09a90d0ee69a29753d368e417397180033391012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/b3fbbaa5c3c3c1a0dfbf0deb400340e0173969416203473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/0e88a1755f18fd5b19d27969ba21a494173943669971173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/3063c217cf42d8a7fa89171f3704db2a17393703028051012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)