Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
સુરતના લિંબાયતમાં થયેલ વેપારીની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો. ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલી આલોક અગ્રવાલ નામના વેપારીની હત્યાના આરોપમાં લીંબાયત પોલીસે બે આરોપીની કરી ધરપકડ. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.. પોલીસના હાથે ઝડપાયેલા આ બંન્ને આરોપીમાંથી એકનું નામ દિપક સુરજસિંગ છે. જ્યારે બીજાનું નામ ભગવાન સવાઈ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક આલોક અગ્રવાલને અસફાક નામના વ્યક્તિ સાથે થોડા દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાનું વેર લેવા અસફાકના મિત્રો દિપક, ભગવાન અને અબરાર લસ્સીએ આલોક અગ્રવાલને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાંખ્યો.. હત્યાના લાઈવ દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. જેમાં મૃતક આલોકને ઉપરાછાપરી છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી.. આરોપી દિપક અને ભગવાન વિરૂદ્ધ અગાઉ પણ કેટલાક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. હાલ તો પોલીસ ફરાર અસફાક અને અબરાર લસ્સીની શોધખોળ કરી રહી છે.





















