Surat News: સુરતમાં MLAના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ
ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ સુરતમાં. મુળ ઓડિશાનો રહેવાસી દિપક પટનાયક નામના આરોપીની પોલીસે કરી ધરપકડ. આરોપી દિપક સાડા ત્રણ મહિનાથી ઓફિસ ભાડે રાખીને રેકેટ ચલાવતો હતો. આરોપી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો બનાવી અને નામ સરનામાની વિગતોમાં ફેરફાર કરવા માટેના ફોર્મમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કા બનાવી ગ્રાહકો પાસેથી 200 રૂપિયા આટોપતો હતો. પોલીસે આરોપી પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધારકાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
આ રેકેટ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ખુબ જ ગંભીર બાબત છે.. સરકાર યોજનાનો ખોટી રીતે લાભ લેવા માટેનો પણ આ પ્રયાસ હોય શકે છે.. જેથી આ રેકેટની તલસ્પર્શી તપાસ થવી જોઈએ..





















