Surat Heavy Rain: સુરત ડુબ્યું, ધોધમાર વરસાદથી શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા
Surat Heavy Rain: સુરત ડુબ્યું, ધોધમાર વરસાદથી શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી 5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ, રાંદેર,અડાજણ,પાલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વરાછા અને ડોભોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.





















