BJP Politics: ભાજપના કાર્યકરોએ ભાજપના જ પ્રમુખને ધીબી નાંખ્યા | Abp Asmita
BJP Politics: ભાજપના કાર્યકરોએ ભાજપના જ પ્રમુખને ધીબી નાંખ્યા | Abp Asmita
વડોદરામાં કોંગ્રેસ વિરોધી કાર્યક્રમમાં ભાજપના યુવા પ્રમુખ પર વરસી પડ્યા ભાજપના કાર્યકરો.. વિરોધ પ્રદર્શન વખતે યુવા ભાજપના કાર્યકરોએ યુવા ભાજપના પ્રમુખને જ ધીબી નાખ્યો છે..નેશનલ હેરાલ્ડ કેસમાં વડોદરામાં ગુરુવારે રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.. પૂતળાને માર મારવાના બહાને કાર્યકરોએ પાર્થને ફટકાર્યો હતો.. એવી ચર્ચાઓ થઈ રહી છે કે કેટલાક કાર્યકરોએ પાર્થ સામેનો ગુસ્સો તેને ફટકારીને કાઢ્યો છે..પાર્થ પુરોહિત પહેલાથી જ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહેલો છે.. ઘણા સ્થાનિક નેતાઓએ તો પ્રેશર કરીને તેને દૂર કરવાની પણ માંગ કરી હતી..

















