Pavagadh Jain Tample | પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થતા સર્જાયો વિવાદ
પંચમહાલ : પાવાગઢ મંદિર જવાના જુના પગથિયાં તોડવાને લઈ સર્જાયો વિવાદ. વિકાસ કાર્ય ને લઈ પગથિયા અને પગથિયાનો સેડ હટાવાયો હતો. જુના પગથિયામાં લાગેલ જૈન તીર્થનકરો ની મૂર્તિઓ લાગેલી હતી. પગથિયાં હટાવવાની સાથે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષની લાગણી. ઘટનાને લઈ હાલોલ જૈન સમાજ ના લોકો એ પાવાગઢ પોલીસ ને આવેદનપત્ર આપ્યું. આવેદનમાં જે જગ્યા પરથી મૂર્તિઓ હતી ત્યાં પુનઃ સ્થાપિત કરાય અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગ કરાઈ.
સુરત : જૈન સમાજનો વિરોધ. રાત્રીના સમયે કલેકટરે કચેરી ખાતે વિરોધ. પાવાગઢ જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતા વિરોધ. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજના મહારાજ સાહેબ પણ કલેકટર કચેરી પહોંચ્યા હતા. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. રાત્રીના સમયે કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવતા આવેદન પત્ર આપ્યું