Vadodara Accident: વડોદરાના અકોટામાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો આરોપ
વડોદરાના અકોટામાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો આરોપ. અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસેથી કાર લઈને નવાપુરા પોલીસ મથકના નિવૃત્ત PSI ધીરજ પરમાર પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન તેમણે આગળ જતા મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર રોડ પર પટકાયા. આ સમય મહિલા સારિકાબેનને ઈજાઓ પહોંચી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ સ્થળ પર હાજર રાહદારીઓએ નિવૃત્ત પોલીસકર્મીને ઊભો રાખ્યો હતો, આરોપ છે કે, નિવૃત્ત PSI નશાની હાલતમાં હતા, જેથી પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી. વીડિયોમાં પીએસઆઇ બફાત કરતો જોવા મળ્યો કે, આગળ જેને ટક્કર મારી તેને 10 હજાર રૂપિયા આપી ચૂક્યો છું, પછી કોઈને અકસ્માત કર્યો નથી. નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા..





















