Vadodara: વડોદરામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર કર્યો હુમલો, ચહેરાના ભાગે પહોંચી ઈજા
વડોદરામાં વિદ્યાર્થી પર વિદ્યાર્થીના હુમલાનો આરોપ લાગ્યો છે. વાઘોડિયા રોડની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર હુમલાનો આરોપ લાગ્યો છે. હુમલામાં વિદ્યાર્થીના ચહેરાના ભાગે ઈજા પહોંચી હતી. માર માર્યા બાદ હુમલાખોર વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ શાળામાં ડોક્ટર ન બોલાવાયાનો આરોપ પણ લગાવાયો હતો.
વાઘોડિયા રોડની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના બની હતી જેમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. વિદ્યાર્થીના ચહેરા ઉપર નખ મારવામાં આવ્યા હતા. એટલુ જ નહી વિદ્યાર્થીએ માર માર્યા બાદ કલાસ રૂમમાં ચપ્પુ બતાવ્યું હતું. સ્કૂલ સંચાલકોએ ડોક્ટર બોલાવવાના બદલે ઘા પર કોટન લગાવ્યું હતું.





















