Vadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામે
Vadodara Accident | નેશનલ હાઇવે 48 પર અકસ્માત. નોલેજ સીટી પાસે અકસ્માતમાં બે લોકોના મોત. બોલેરો ચાલકે બાઇક સવારે સર્જ્યો અકસ્માત. બાઇક સવારને અડફેટે લેતા 2 લોકોના મોત. પોલીસે બોલેરો ચાલકની કરી ધરપકડ. એક મૃતકનું નામ શ્રવણ વર્મા હોવાનું સામે આવ્યું. પોલીસે મૃતદેહો નું પંચનામું કરી મૃતદેહો હોસ્પિટલ મોકલ્યા.
નેશનલ હાઈવે 48 પર અકસ્માતનો મામલો. પુરપાટ ઝડપે આવેલી બોલેરો કાર એ ચાલતા જતા 2 રાહદારી અને એક બાઇક સવાર ને અડફેટે લીધા. બંને રાહદારીઓ ના ઘટના સ્થળે જ મોત. જ્યારે બાઇક સવાર ગંભીર હાલત માં 108દ્વારા એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બેફામ દોડી રહેલી બોલેરો કાર બે લોકોને કચડી નાંખે છે, જેમાં બંને રાહદારીના મોત નીપડ્યા હતા. જુઓ સીસીટીવી.





















