US Visa Policy : સોશિયલ મીડિયા એકાઉન્ટ નહીં હોય તો નહીં મળે USના વિઝા, ટ્રમ્પનો નવો ફતવો
US Visa Policy : સોશિયલ મીડિયા એકાઉન્ટ નહીં હોય તો નહીં મળે USના વિઝા, ટ્રમ્પનો નવો ફતવો
અમેરિકાના વિઝા માટે હવે ટ્રમ્પ સરકારે નવો ફતવો બહાર પાડ્યો. હવે વિઝા મેળવવા માંગતા લોકોના સોશલ મીડિયા એકાઉન્ટની પોસ્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છતા લોકો જો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને Xમાં એકાઉન્ટ નહીં ધરાવતા હોય તો તેના અમેરિકા વિઝા આપવામાં નકારી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રીએ કોન્સ્યુલેટના અધિકારીઓને સૂચના આપી કે હાવર્ડ યુનિવર્સિટી જવાની આશા રાખતા તમામ વિદેશીઓના સોશલ મીડિયા પ્રોફાઈલની તપાસ કરવી જોઇએ. આખા વિશ્વમાં અમેરિકા દૂતાવાસને આ સંદેશો મોકલવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ સૂચના અપાઈ કે જે લોકો ફોન પર ઓનલાઈન હાજર ન હોય તેમના વિઝા નકારવામાં આવી શકે છે. નવા નિયમો ભવિષ્યની સુરક્ષા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. આ આદેશની અસર હાલના વિદ્યાર્થીઓ, ભવિષ્યમાં અમેરિકા અભ્યાસ અર્થે આવનારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો, ગેસ્ટ સ્પીકર અને પર્યટકને થશે.
















