(Source: ECI/ABP News/ABP Majha)
ગુરુગ્રામઃ પદ્માવત ફિલ્મના વિરોધીઓની ગુંડાગીરી, સ્કૂલ બસ કર્યો પથ્થરમારો
નોઇડાઃ સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતની રીલિઝના વિરોધમાં કરણી સેના દ્ધારા બંધની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના વિરોધમાં હિંસક પ્રદર્શન કરી રહેલા પદ્માવત ફિલ્મના વિરોધીઓએ દિલ્હીના ગુરુગ્રામમાં એક સ્કૂલ બસ પર હુમલો કરી દીધો હતો. ગુરુગ્રામમાં કરણી સેનાએ ધમકી આપી હતી કે ગુરુગ્રામના થિયેટરમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થશે તો થિયેટરને નિશાન બનાવીશું. બુધવારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે એક સ્કૂલ બસ ત્યાંથી પસાર થઇ હતી તેના પર પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો હતો. બસમાં બાળકો બેઠા હતા ત્યારે બસ પર પથ્થરમારો કરતા બાળકો ડરી ગયા હતા અને રડવા લાગ્યા હતા. હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આ પથ્થબાજીને કારણે બે બાળકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, આ હુમલામાં સ્કૂલ બસના કાચ પણ તૂટ્યા હતા. બસમાં સવાર ટિચરોએ તમામ બાળકોને સીટ નીચે બેસાડી દીધા હતા. હુમલાથી બાળકો ખૂબ ડરી ગયા હતા અને રડવા લાગ્યા હતા.
આ ઘટના પર હરિયાના મંત્રી અનિલ વિજે કહ્યું જે લોકો તોડફોડ કરી રહ્યા હતા તે ગુંડા હતા. કોઇને તોડફોડ કરવાની મંજૂરી નથી. આ ઘટના બાદ પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે, કરણી સેનાએ આ ઘટનાની નિંદા કરી હતી. કરણી સેનાએ કહ્યું કે, આ બિલકુલ ખોટી અને નિંદનીય ઘટના છે. રાજપૂતોનું કામ ગુંડાગર્દી કરવાનું નથી.