સુરતઃ આચાર્ય-ટ્રસ્ટીએ મારો હાથ પકડી લઈ મારી કમરમાં હાથ નાંખ્યો ને..........શિક્ષિકાએ કર્યો શું આક્ષેપ ? જુઓ વીડિયો
સુરત: સુરતની કાપોદ્રાની નચિકેતા સ્કૂલના પ્રિન્સિપાલ ધનસુખ કિકાણી વિરુદ્ધ એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ધનસુખની ધરપકડ કરી હતી. શિક્ષિકાની ફરિયાદ બાદ તેના પરિવારજનોએ નચિકેતા વિદ્યાલય પર હલ્લો બોલાવતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.
શિક્ષિકાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા કહ્યું કે, પ્રિન્સિપાલે રૂમનો દરવાજો બંધ કરતા હું હેબતાઇ ગઇ. બાદમાં તેમણે મારા કમરમા હાથ નાખ્યો હતો. એટલું જ નહિ મેં તેનો વિરોધ કર્યા છતાં તેણે મને પકડીને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. પ્રતિકાર કરવામાં એકવાર તો હું જમીન પર પડી ગઇ. મને ઇજા પણ થઇ. તેણે મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી છતાં હું ગમે તેમ તેને ચુંગાલમાંથી નીકળી હતી.

















