પતિ શોએબ મલિક આજે રમશે 250મી વન-ડે, સાનિયા મિર્ઝાએ કહ્યું- 'મને તેમના પર ગર્વ છે'
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા શોએબ મલિક આજે શ્રીલંકા સામે પોતાની 250મી વન-ડે મેચ રમશે. ઓલરાઉન્ડર શોએબ મલિકને તેની પત્ની અને ભારતીય ટેનિલ ખેલાડી સાનિયા મિર્ઝાએ અભિનંદન પાઠવ્યા છે. સાનિયા હાલમાં ઇગ્લેન્ડમાં છે અને છેલ્લા એક સપ્તાહથી શોએબ સાથે સમય પસાર કરી ખુશ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો અંગે બોલતા સાનિયાએ કહ્યું કે, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની મેચ તેણે જોઇ હતી. તે સિવાય ભારત અને પાકિસ્તાનની મેચ પણ જોઇ હતી. સાનિયાએ બંન્ને જીતને લઇને કહ્યું કે, જે ટીમ સારી રીતે રમે તે ચેમ્પિયન બને.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે સાનિયા મિર્ઝા સાથેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં સાનિયા શોએબને 250મી વન-ડેની ઉપલબ્ધિ અંગે વાત કરી હતી. સાનિયાએ કહ્યું કે, શોએબની સિદ્ધિ તેની પાકિસ્તાન અને ક્રિકેટ પ્રત્યેની કમિટમેન્ટ બતાવે છે. મેં હંમેશા તેને એવા વ્યક્તિ તરીકે જોયો છે જે ખૂબ પેશન સાથે પોતાના દેશ માટે રમે છે. મને તેમના પર ગર્વ છે. તેમની મમ્મી, ભાઇ-બહેનો માટે ગર્વની વાત છે. તેમણે જે પણ સિદ્ધિ હાંસલ કરી છે મને તેના પર ગર્વ છે.
મલિકે 249 વન-ડે મેચમાં 35.48ની એવરેજથી 6742 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 39 અડધી સદી ફટકારી છે.