શોધખોળ કરો
બાપુનગરમાં હાર્દિક પટેલની રેલી પર પથ્થરમારો, જુઓ શું છે આખી ઘટના?
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે આજે રોડ શો કર્યો હતો. હાર્દિકનો આ રોડ શો સવારે ઘુમાથી શરૂ થયો હતો જે નિકોલમાં પૂર્ણ થવાનો હતો. પરંતુ હાર્દિકનો રોડ જેવો બાપુનગર વિસ્તારમાં પહોંચ્યો કે તેના રોડ શો પર પથ્થરમારો થયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પાસના કાર્યકરોએ બાપુનગર ખાતે ભાજપના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતની ઓફિસ પર હુમલો કર્યો હતો. આરપીએફ અને એસઆરપીએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે સિવાય એક હજાર પોલીસ જવાનોને નિકોલ સભામાં તૈનાત કરવામાં આવ્યા હતા.
Tags :
Assembly Elections 2018આગળ જુઓ





















